વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના

Share with:


વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ મચી હતી. તમામ દર્દીઓને સલામત બહાર કાઢી લેવાયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મેયર જીગીશા શેઠ અને કોવિડ OSD વિનોદ રાવ SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદ, જામનગર બાદ હવે વડોદરાની હોસ્પિટલમાં આગ લાગતા ફરી હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે.

Live internet news vadodara
Reporter Shri Khalil Peerzada


Share this: