લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન ગિરીશભાઇ પટેલ ના જન્મદિન પ્રસંગે લાયન સર્વિસ વિકનું આયોજન

Share with:


Share this:

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન ગિરીશભાઇ પટેલ ના જન્મદિન પ્રસંગે લાયન સર્વિસ વિકનું આયોજન કરવામાં આવેલ.જેમાં માસ્ક વિતરણ, ઉકાળાનું વિતરણ, સેનેટાઈઝર નું વિતરણ , જંગલ ગામ ખાતે વૃક્ષારોપણ , શ્રી મહિલા વિકાસ મંડળ અમરેલી ખાતે અનાથ બહેનોને ભોજન કરાવ્યું , કે કે પાર્ક ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું . આ પ્રસંગે ના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા લાયન ગિરીશ પટેલનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું .


લાયન ગિરીશ પટેલ છેલ્લા વીસ વર્ષથી પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્ય દ્વારા કરે છે . આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રથમ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલિયા દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે રિજિયન ચેરમેન, જોન ચેરમેન તથા લાયન્સ ક્લબ અમરેલી રોયલના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા .
ઉકાળા ,માસ્ક અને સેનેટાઈઝર નું વિતરણ શ્રી રામેશ્વર આયુર્વેદિક સ્ટોર અમરેલી દ્વારા કરવામાં આવ્યું .